મેંદપરા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે

પટેલ એટલે જમીનદાર અથવા જેમની પાસે જમાત હોય તે પાટીદાર. તે સ્વભાવે સ્વતંત્ર અને સ્વાભિમાની છે. તેની સંપત્તિ પરોપકાર માટે વાપરે છે. એના માં પોતાનો અને પારકાનો ભેદ વધુ નથી.એટલી એની કક્ષા વિશાળ છે. એનામાં વીરતા અને સ્થિરતા છે. તે નીડર અને સાહસિક છે. તેનું શરીર પહાડ જેવું છે. એનામાં સિંહનું બળ છે અને તે બળનો ઉપયોગ હંમેશા નિર્બળની રક્ષા કરવા માટે કરે છે.

પાટીદાર અને પટેલ શબ્દોને ઘણા લોકો એક માને છે. પાટીદાર શબ્દ જ્ઞાતિ સૂચક છે જયારે પટેલ શબ્દ જ્ઞાતિ સૂચક નહિ પણ હોદ્દો સૂચક હતો. પટેલ શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ પટ્ટલિક ઉપરથી બનેલ છે. વર્ષો પહેલા ગામના ખેતરો કે ઘરથાળની જમીનમાં વેચાણ કે ગીરો દસ્તાવેજની નકલ ગામના મુખ્ય વ્યક્તિ પાસે રહેતી. તે વ્યક્તિને “પટ્ટલિક” કહેવાતા. રાજાઓ એમની ઉદારતા, પ્રામાણિકતા, નીતિમતા અને સચ્ચાઈ જોઈને વહીવટ કણબીઓને સોંપતા. વીર વિક્રમે અવંતીનો પ્રદેશ ફળદ્રુપ બનાવવા પંજાબથી કૂર્મીઓને ખાસ મળવા તેડાવ્યા. કારણ કે રાજાને કૂર્મીઓની મહેનત તથા જીવનપ્રણાલી ઉપર વિશ્વાસ હતો. રાજાએ આ કૂર્મીઓને “પટેલ” નો ખિતાબ આપ્યો. સમય જતા વસ્તી વધતી ગઈ અને પટેલ તરીકે ઓળખાવા લાગ્યા. માળવા થી પટેલો ગુજરાતમાં આવ્યા.

મેંદપરા પરિવાર પણ કડવા પટેલ નો જ એક સમુદાય છે. વિક્રમ સંવત 1335 માં શાંતિપ્રિય, બહાદુર ખડતલ તથા સાહસિક એવા સાકરીયા પટેલો પોતાના બાપદાદાની કર્મભૂમિ ઉમાનગરનો ત્યાગ કરીને પરિવાર સાથે ગામ મેમદપર વસ્યા અને ત્યાંથી સાકરીયા માંથી ઉપશાખ મેંમદપરા પડી. જે કાળક્રમે દેશકાળ તથા અપભ્રંશ થતા મેંદપરા થી ઓળખાયા.

ગામ દુધઈમાં મેંદપરા પરિવારે સુખ, શાંતિ અને સમૃદ્ધિના શિખરો સર કર્યા તથા ઉત્તરોત્તર પ્રગતિ કરી. દુધઈથી મેંદપરા પરિવાર સોરઠમાં ગામ જીલાણા વસ્યો તથા અનેક ગામોમાં વસવાટ કર્યો. આ ઉપરાંત ચાચાપર,પીઠડ, કાંતિપુર, મોડપર, કુંતાસી, રાજપર, કલ્યાણપર, બંગાવડી, ખંભાળા, સરપદડ, નાના ખીજડીયા, નેસડા, ટીંબડી, જાંબુડા, લખધીરગઢ, ચુડવા, ઝાંપોદડ, કેશોદ, ક્ણઝા, કોઠડી, લુવારસર, માણાવદર, મોટી ઘંસારી, મેસવાણ, શેરડી, સણોસરા, શિલોદર, સરદારગઢ, શાપુર (સોરઠ), વેળવા, ઝીંઝરી વગેરે જેવા અનેક ગામોમાં વસે છે.

ડિરેક્ટરી બુક બાબતે : તારીખ ૧૩ ફેબ્રુઆરીના રોજ જામ દુધઈ મુકામે શ્રી શક્તિ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે સમસ્ત મેંદપરા પરિવારની ડિરેક્ટરી બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. હવે આ બુક દરેક પરિવારો માટે અવેલેબલ છે. વધુ માહિતી માટે અહીં ક્લિક/ટેપ કરો.

તાજેતરના નોટિફિકેશન

શ્રી શક્તિ માતાજી મુખ્ય & શિક્ષણ સમિતિ મેંદપરા પરિવાર – જામ દુધઈ [સરવૈયું ૨૦૨૨-૨૩],   February 2, 2023

શ્રી શક્તિ માતાજી મંદિર – જામ દુધઈ ની મુખ્ય સમિતિ તથા શિક્ષણ સમિતિ એ આખા વર્ષ દરમિયાન થયેલ આવક & ખર્ચનું સરવૈયું તૈયાર કરેલ છે. વધુ માહિતી માટે આપેલ ન્યૂઝ વિગતવાર જુવો.


વધુ વાંચો >>

કોરોના મહામારીની સ્થિતિમાં સમાજને મદદરૂપ થવાના હેતુથી દાનયજ્ઞ – 2021,   April 15, 2021

હાલની કોરોના મહામારીની સ્થિતિમાં આપણા સમાજને મદદરૂપ થવાના હેતુથી મેંદપરા પરિવાર માં એક દાનયજ્ઞ શરુ કરી રહ્યા છીએ. તો દરેક સભ્યોને આર્થિક પરિસ્થિતિ મુજબ દાન ફાળો આપવા સમસ્ત મેંદપરા પરિવાર વતી વિનંતી કરવામાં આવે છે.


વધુ વાંચો >>
બધા ન્યૂઝ જોવો