શ્રી ઉમાવંશી મેંદપરા પરિવાર

નોટિફિકેશન

શ્રી શક્તિ માતાજી મુખ્ય & શિક્ષણ સમિતિ મેંદપરા પરિવાર – જામ દુધઈ [સરવૈયું ૨૦૨૨-૨૩] February 2, 2023

શ્રી શક્તિ માતાજી મંદિર – જામ દુધઈ ની મુખ્ય સમિતિ તથા શિક્ષણ સમિતિ એ આખા વર્ષ દરમિયાન થયેલ આવક & ખર્ચનું સરવૈયું તૈયાર કરેલ છે. વધુ માહિતી માટે આપેલ ન્યૂઝ વિગતવાર જુવો.


વધુ વાંચો >>

કોરોના મહામારીની સ્થિતિમાં સમાજને મદદરૂપ થવાના હેતુથી દાનયજ્ઞ – 2021 April 15, 2021

હાલની કોરોના મહામારીની સ્થિતિમાં આપણા સમાજને મદદરૂપ થવાના હેતુથી મેંદપરા પરિવાર માં એક દાનયજ્ઞ શરુ કરી રહ્યા છીએ. તો દરેક સભ્યોને આર્થિક પરિસ્થિતિ મુજબ દાન ફાળો આપવા સમસ્ત મેંદપરા પરિવાર વતી વિનંતી કરવામાં આવે છે.


વધુ વાંચો >>

માં આદ્યશક્તિના નવચંડી યજ્ઞ ૨૦૨૧ માટે અગત્યની નોંધ January 21, 2021

આગામી તારીખ ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૧ ને આઠમના રોજ જામ દુધઈ મુકામે માં શ્રી આદ્યશક્તિનો નવચંડી યજ્ઞ યોજાઈ રહ્યો છે. આ વર્ષે કોરોનાની મહામારીને કારણે જામ દૂધઈ ગામ માં જ રહેતા આપણા ભાઈઓ મંદિરે યજ્ઞ માં ઉપસ્થિત રહેશે અને આપણે બધા આપણા ઘરમાં રહીને માતાજીની પૂજા-અર્ચના કરીશું.


વધુ વાંચો >>

શક્તિ માતાજીના નવચંડી યજ્ઞના દિવસે સન્માન થવાને પાત્ર વિદ્યાર્થીઓની માહિતી January 21, 2020

આદ્યશક્તિ માતાજીના નવચંડી યજ્ઞના દિવસે (રવિવાર, ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૦) સન્માન થવાને પાત્ર વિદ્યાર્થીઓનું સિલેક્શન થઇ ગયું છે. જેનું લિસ્ટ અહીંયા અટેચ કરેલું છે. સિલેક્ટેડ વિધાર્થીઓના વાલીઓએ વિદ્યાર્થી સાથે હાજર રહેવું.


વધુ વાંચો >>

મેંદપરા પરિવાર સ્નેહમિલન રાજકોટ – ૨૦૧૯ November 20, 2019

ગતવર્ષે યોજાયેલા મેંદપરા પરિવાર (કડવા પાટીદાર) રાજકોટના સ્નેહમિલનની ઉષ્માને ફરીથી તાજી કરવા, રાજકોટ માં વસતા તમામ ઉમાવંશી મેંદપરા પરિવારના સદસ્યો ફરીથી એક બીજા ને મળી શકે તે માટે આ નવા શરુ થયેલા ગુજરાતી વર્ષ માં સ્નેહમિલન કરવા જઈ રહ્યા છીએ.

સ્નેહમિલન રાજકોટ – 2019 નો સમય અને સ્થળ :

સમય : તા. 21-12-2019 ને શનિવાર, સાંજે 4:00 વાગ્યે
સ્થળ : ગિરિરાજ પાર્ટી પ્લોટ, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની બાજુમાં, કાલાવાડ રોડ, રાજકોટ


વધુ વાંચો >>

મેંદપરા પરિવાર સ્નેહમિલન મોરબી – ૨૦૧૯ November 17, 2019

દરવર્ષની જેમ ગત તારીખ ૧૬ નવેમ્બરના રોજ મોરબી માં વસતા સમસ્ત મેંદપરા પરિવાર કડવા પાટીદારનું સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં પધારવા બદલ દરેક સદસ્યોનો ખુબ ખુબ આભાર. સ્નેહમિલનના ફોટોસ અવેલેબલ છે.

ફોટોસ જોવા માટેની લિંક https://mendparaparivar.com/ગેલેરી/


વધુ વાંચો >>

શરદપૂનમ, દુધઈ – ૨૦૧૯ October 16, 2019

જામ દુધઈ મુકામે શ્રી આદ્ય શક્તિ માતાજીના સાનિઘ્યમાં મેંદપરા પરિવાર જામ દુધઈ દ્વારા શરદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ચામુંડા ગરબી મંડળ તથા બાહુંચરાજી ગરબી મંડળની બાળાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી અને બાળાઓને લ્હાણી આપવામાં આવી. આ ઉત્સવ મેંદપરા પરિવાર દ્વારા છેલ્લા 10 વર્ષ થી ઉજવવામાં આવે છે.

ફોટોસ જોવા માટેની લિંક https://mendparaparivar.com/ગેલેરી/


વધુ વાંચો >>

કુળદેવી શ્રી શક્તિ માતાજીના નિવેદ માટેની અગત્યની માહિતી October 4, 2019

કુળદેવી શ્રી શક્તિ માતાજીના નિવેદ સવા પાલીની લાપસી તા. 06-10-19 ને રવિવારના રોજ કરવાની છે. અડચણ હોય એમણે મહા સુદ આઠમના રોજ કરી શકાય છે. ખાસ સૂચના : – કોઈ પણ સંજોગોમાં અધૂરા નિવેદ કરવા નહિ. સવા પાલી (સવા કિલો) ઘઉંની મોકળી લાપસી કરવી. – કુટુંબ નાનું હોય અને પ્રસાદ વધે તો ખાસ કોઈ પણ […]


વધુ વાંચો >>

મેંદપરા પરિવારની ડિરેક્ટરી બુકનું વિમોચન થયેલ છે February 22, 2019

તારીખ ૧૩ ફેબ્રુઆરીના રોજ જામ દુધઈ મુકામે શ્રી શક્તિ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે સમસ્ત મેંદપરા પરિવાર (કડવા પાટીદાર) ની ડિરેક્ટરી બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. હવે આ બુક દરેક પરિવારો માટે અવેલેબલ છે.


વધુ વાંચો >>

આદ્યશક્તિ માતાજી નવચંડી યજ્ઞ ૨૦૧૯, જામ દુધઈ January 22, 2019

ભાવ ભર્યું આમંત્રણ : આદ્યશક્તિ માતાજીનો નવચંડી યજ્ઞ સવંત ૨૦૭૫ મહાસુદ આઠમને બુધવાર તારીખ ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ જામ દુધઈ મુકામે રાખેલ છે. સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તથા નવી છપાયેલી ડિરેક્ટરી બૂકનું વિતરણ પણ નજીવી કિંમતે કરવામાં આવશે. તો સૌ લોકોને પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે.


વધુ વાંચો >>