તેજસ્વી તારલા સન્માન સમારોહ December 26, 2018
આથી સમસ્ત મેંદપરા પરિવાર (કડવા પાટીદાર) ના તમામ સદસ્યોને જાણ કરવામાં આવે છે કે તા. 13-2-2019 ને મહા સુદ આઠમ ના રોજ જામ દુધઈ મુકામે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ રાખેલ છે. જેના માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
- અરજી માં વાલીના નામ સરનામાં સાથે સને 2018 માં લેવાયેલ વાર્ષિક પરીક્ષાના પરિણામની માર્કશીટ જોડીને મોકલવાની રહેશે.
- ધોરણ 1 થી 9 માટે 85% કે તેથી વધુ માર્ક્સ હોય અથવા A+, A1, A ગ્રેડ હોય તો જ અરજી મોકલવી.
- ધોરણ 10 થી 12 અને ઉચ્ચ અભ્યાસ માટે ની અરજી માં તમામ માર્કશીટ જોડવી.
- અરજીને જે તે ગામ/શહેરના શિક્ષણ સમિતિ ના સભ્યને રૂબરૂ આપવી અથવા નીચેના સરનામાં પર કુરીયર કરવું.
- એ. બી. મેંદપરા, પરમેશ્વર ફર્નિચર, ઓમ શાંતિ સ્કૂલ પાછળ, સરદાર બાગ સામે, સનાળા રોડ, મોરબી. મોબાઈલ નંબર – 94283 44599.
- જયેશભાઇ મેંદપરા, જયેશ ઓટો રિપેરર, મધુવન સોસાયટી, બ્લોક નં. 55, 150 ફૂટ રીંગ રોડ, ગંગોત્રી ડેરી વાળી શેરી, રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ, રાજકોટ, મોબાઈલ નંબર – 98985 11972
- આ સિવાય વોટ્સએપ કે અન્ય કોઈપણ માધ્યમથી અરજીઓ સ્વીકારવામાં આવશે નહી.
- અરજી તા. 20-01-2019 સુધીમાં પહોંચાડી આપવી. તા. 20-01-2019 બાદ આવેલી અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવી.
નોંધ : આ માહિતીને વધુ માં વધુ મેંદપરા પરિવારના સદસ્યો સુધી પહોંચાડશો