વિગતવાર નોટિફિકેશન

માં આદ્યશક્તિના નવચંડી યજ્ઞ ૨૦૨૧ માટે અગત્યની નોંધ January 21, 2021

આગામી તારીખ ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૧ ને આઠમના રોજ જામ દુધઈ મુકામે માં શ્રી આદ્યશક્તિનો નવચંડી યજ્ઞ યોજાઈ રહ્યો છે. દરવર્ષે ગામોગામ થી જામ દુધઈ પધારી સમસ્ત મેંદપરા પરિવારના સદસ્યો ભેગા મળીને યજ્ઞમાં સહભાગી થતા હોઈએ છીએ.
 
નવચંડી યજ્ઞ સંદર્ભે ગત તારીખ ૧૦ જાન્યુઆરીના રોજ મળેલ કારોબારી મિટિંગ માં એવો નિર્ણય લેવાયો છે કે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે જામ દૂધઈ ગામ માં જ વસવાટ કરતા આપણા પરિવારના સદસ્યો માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ માં ઉપસ્થિત રહેશે અને આપણે બધા આપણા ઘરમાં જ રહીને માતાજીની પૂજા-અર્ચના કરીશું.