વિગતવાર નોટિફિકેશન

કોરોના મહામારીની સ્થિતિમાં સમાજને મદદરૂપ થવાના હેતુથી દાનયજ્ઞ – 2021 April 15, 2021

જનસેવા એજ પ્રભુસેવા
 
મિત્રો, હાલની કોરોના મહામારીની સ્થિતિમાં આપણા સમાજને મદદરૂપ થવાના હેતુથી મેંદપરા પરિવાર માં એક દાનયજ્ઞ શરુ કરી રહ્યા છીએ. તો દરેક સભ્યોને આર્થિક પરિસ્થિતિ મુજબ દાન ફાળો આપવા સમસ્ત મેંદપરા પરિવાર વતી વિનંતી કરવામાં આવે છે.
 
આ સ્વરૂપે મળેલ દાનની રકમ જે તે વિસ્તાર (મોરબી, રાજકોટ, જૂનાગઢ વિગેરે) માં જે પાટીદાર કોરોના સેન્ટર સેવા કરવાના ભાવ થી શરુ થયેલ હશે એને ફાળા તરીકે સમસ્ત મેંદપરા પરિવારના નામ વતી આપવામાં આવશે
 
ફાળો આપવા માટે :
 
૧) મેંદપરા પરિવાર શિક્ષણ સમિતિના આજીવન દાતાઓ પાસેથી ગત વર્ષનો ફાળો મેનેજમેન્ટે લીધેલ નથી તો આ કાર્યમાં તે દાતાઓ પોતાનો ફાળો આપી શકશે. જે શિક્ષણ સમિતિ માં આપેલા ફાળા તરીકે જમા કરી દેવામાં આવશે.
 
૨) આજીવન દાતા સિવાયના પરિવારના કોઈ પણ સભ્ય સ્વૈચ્છિક ફાળો આપી શકશે.
 
3) આવેલ ફાળા ઉપરાંત આપણી પાસે મેંદપરા પરિવાર શિક્ષણ સમિતિની જે રકમ પડેલ છે તેમાંથી પણ ઉમેરો કરીને દાન માં આપવામાં આવશે.
 
-> ફાળો લખાવવા માટે આપણા વોટ્સએપ ગ્રુપ જે હાલમાં પોસ્ટિંગ માટે એડમીન ઓન્લી છે તે ઓપન કરી દેવામાં આવશે તેમાં પોતાનો ફાળો પોતે જ લખીને મોકલવાનો રહેશે. તથા ૨ દિવસ માં કલેક્શન સેન્ટર માં પહોંચાડવાનો રહેશે. ફાળાનો કમ્પ્લીટ હિસાબ પણ આપવામાં આવશે.
 
ફાળાનું કલેક્શન સેન્ટર :
 
-> મોરબી – પરમેશ્વર ફર્નિચર, શનાળા રોડ | મો. નં. ૯૪૨૮૩ ૪૪૫૯૯
-> રાજકોટ – જયેશ ઓટો, ટેલિફોન એક્સચેન્જ પાસે, ૧૫૦ ફૂટ રોડ | મો. નં. ૯૮૯૮૫ ૧૧૯૭૨
-> જૂનાગઢ – ગામઠી હોટેલ, ખામધ્રોળ ચોક પાસે, બાયપાસ રોડ | મો. નં. ૯૨૨૮૨ ૨૯૦૨૦
-> કેશોદ – વસંતભાઈ મેંદપરા | મો. નં. ૯૯૦૯૫ ૫૨૧૩૭
(કલેક્શન સેન્ટર માં ફેરફાર થશે તો વોટ્સએપ ગ્રુપમાં જાણ કરવામાં આવશે)
 
વધુ માહિતી માટે – કે. પી. મેંદપરા | મો. નં. ૮૩૨૦૬ ૪૨૦૬૫
 
આભાર 🙏🏿